આકાશ ને જોયું



મન ની બધી બારીઓ ખુલ્લી મુકીને
મેં આજે આકાશ ને જોયું

અંતર નો ઘુંઘવટ બાજુએ મૂકીને
મેં આજે આકાશ ને જોયું

ગમા અણગમા, ઈચ્છા અનિચ્છા નો વિખવાદ બાજુએ મૂકીને
મેં આજે આકાશ ને જોયું

અંતર ની ઊર્મિઓ હાથ માં ઝાલી
મેં આજે આકાશ ને જોયું

વીતી ગયેલી યાદો થી ભરેલા હૃદય થી
મેં આજે આકાશ ને જોયું

આવતીકાલ ના શમણાંઓ થી ભરેલી આંખ થી
મેં આજે આકાશ ને જોયું

હું કોણ છું, સૃષ્ટિમાં મારું અસતિત્વ શું છે...
રહસ્ય કદી ખુલશે કે ...... ઉદ્દગાર સાથે.
મેં આજે આકાશ ને જોયું.
My First Poem in Gujarati

Comments